Home> Entertainment
Advertisement
Prev
Next

#Throwback : એક ઘટના અને બોલિવૂડને મળી સૌથી ખતરનાક સાસુ !

બોલિવૂડના ક્લાસિક એક્ટર્સની યાદીમાં મહિલા વિલનના નામોમાં લલિતા પવારનું નામ ટોચ પર છે. તેમણે પોતાની કરિયરમાં ક્રુર અને કડક સાસુના એટલા બધા રોલ કર્યા છે કે તેમને બોલિવૂડની ખતરનાક સાસુ ગણી શકાય. જોકે એક સમયની સુંદર હિરોઇન લલિતા કઈ રીતે બોલિવૂડની ક્રુર સાસુ બની ગઈ એ જાણવાનું રસપ્રદ સાબિત થશે.

#Throwback : એક ઘટના અને બોલિવૂડને મળી સૌથી ખતરનાક સાસુ !

નવી દિલ્હી : બોલિવૂડના ક્લાસિક એક્ટર્સની યાદીમાં મહિલા વિલનના નામોમાં લલિતા પવારનું નામ ટોચ પર છે. તેમણે પોતાની કરિયરમાં ક્રુર અને કડક સાસુના એટલા બધા રોલ કર્યા છે કે તેમને બોલિવૂડની ખતરનાક સાસુ ગણી શકાય. જોકે એક સમયની સુંદર હિરોઇન લલિતા કઈ રીતે બોલિવૂડની ક્રુર સાસુ બની ગઈ એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. હિરોઇનમાંથી વિલન બનવાની તેમનો ઘટનાક્રમ બહુ દર્દનાક છે. 18 એપ્રિલ, 19916ના દિવસે જન્મેલા લલિતા પવાર એક આંખ ગુમાવ્યા પછી વેમ્પના રોલમાં ફિટ થઈ ગયા હતા. 

યુવાનીના દિવસોમાં લલિલા પવાર ઘણા સુંદર હતા. તેઓ જેટલી સારી એક્ટિંગ કરતા હતા એટલું જ સારું ગાતા પણ હતા. તેઓ સતત સફળતાની સીડી ચડી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે એવી ઘટના બની જેમણે તેમનો આખો ચહેરો ખરાબ કરી નાખ્યો. 1942માં ફિલ્મ જંગ-એ-આઝાદીના શૂટિંગ દરમિયાન એક્ટર ભગવાન દાદાએ લલિતાને થપ્પડ મારવાની હતી. પરંતુ તેમણે એટલી જોરથી થપ્પડ મારી કે લલિતા પવાર નીચે પડી ગયા અને તેમના કાનમાંથી લોહી વહેવા લાગ્યું. જે બાદ ડોકટરે તેમને કોઈ ખોટી દવા આપી દેતા તેમના શરીરનો જમણી બાજુનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. લકવાગ્રસ્ત થઈ જવાના કારણે લલિતા પવારની કરિયર પર બ્રેક લાગી ગઈ. તેમની જમણી આંખ સુકાઈ ગઈ અને તેમનો ચહેરો ખરાબ થઈ ગયો.  આ સંજોગોમાં તેમને વેમ્પના જ રોલ મળતા હતા. જોકે સિરિયલ રામાયણમાં તેમણે કરેલા મંથરાના રોલને લીધે તેઓ આખી દુનિયામાં ફેમસ થઈ ગયા હતા. 

લલિતા પવારનું સાચું નામ અંબા લક્ષ્મણ રાવ હતું. લલિતા પવારે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. પહેલીવાર તેઓ એક મૂક ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે માટે તેમને માત્ર 18 રૂપિયા ફી મળી હતી. માત્ર 12 વર્ષની ઉંમરે 1928માં તેમણે ફિલ્મ રાજા હરિશચંદ્રમાં કામ કર્યું હતું. લલિતા પવારે બે વાર લગ્ન કર્યા હતા. પહેલા તેમણે ગણપત રાવ પવાર સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ જાણ થઈ કે તેમના પતિનું તેમની નાની બહેન સાથે અફેર ચાલી રહ્યું છે. તેમણે પહેલા પતિથી છુટાછેડા લીધા હતા અને બાદમાં તેમણે પ્રોડ્યૂસર રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક દીકરો પણ થયો.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More